STORYMIRROR

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational

5.0  

Prashant Subhashchandra Salunke

Children Stories Inspirational

મારી માતાને અર્પણ

મારી માતાને અર્પણ

1 min
243


ઠોકર વાગી નહીં છતાંયે માઁ તું યાદ આવે,

તારું મમત્વ મેળવેલી પ્રત્યેક ક્ષણ યાદ આવે,


“માઁ” ઉપમાની શ્રેષ્ઠ લેખકે શું વ્યાખ્યા કરે?

કોણ એવું મહાન, જે માઁ નામનું નજરાણું ધરે!


તારા પ્રેમ, વહાલ અને સ્નેહની ઉણપ લાગે,

સ્વર્ગનું સુખ પણ તેની સામે વામણું લાગે,


મારી સારવારની ચિંતામાં માંદી તું પડે,

તુજ સમ કોણ દાની, જે ભૂખ્યા રહી મને જમાડે?


સ્વપ્નને મારા સાકાર કરવા, અનિમેષ જાગી તું રાતે,

તારા સઘળા ઋણ હવે હું વાળીશ કઈ રીતે?


હોય મોહ સહુને નંદનવનનો, પણ કોઈ આવું વર્તે!

હવે કોણ તુજ ચરણકમળો સમ, સ્વર્ગ મને અર્પે?


ધ્યાન રાખજો, મા તમારી રડે નહીં તમારા કારણે.

મારા જેવા દુર્દેવીને પૂછો, ગુમાવી તે કિંમત જાણે.


માની ખોટ સદાય રહેવાની કોણ તેના જેવું વર્તે?

બસ વિનંતિ ઈશ્વરને કે, આત્માને તેમના શાંતિ અર્પે.


Rate this content
Log in