મારી કલમ
મારી કલમ
1 min
160
સત્યને સામે લાવી ઊભી રહેતી મારી કલમ,
જરૂર વર્તતા હથિયાર બની રક્ષણ આપે મારી કલમ,
વૈવિધ્ય સાર અનેરું કરે કામને જશ આપે મને,
પાણીના રેલા માફક વહેતી જાય મારી કલમ,
ભયભીત કે ડર રહે કાયમ એનાથી જુગજોગ દૂર,
પોતે છોલાઈને મને ઉજાગર કરતી મારી કલમ,
દોસ્ત મારી બની હંમેશા હૈયે હંમેશ મને આશ્વાસન,
આમ તો એ તલવારની ધાર કરતાંય તેજ મારી કલમ,
સાથી મારી હરપળ હરકદમ નિ:સ્વાર્થ ભાવે રહે,
મને મૌન રાખી બીજાની આંખે ચડતી મારી કલમ.
