STORYMIRROR

Parul Thakkar "યાદે"

Others

3  

Parul Thakkar "યાદે"

Others

મારી જિંદગી

મારી જિંદગી

1 min
441


ચાલીસી પછીની મારી જિંદગી તને સલામ છે,

ઉમરની ચાડી ખાતા ચશ્મા ચહેરાને નવો લૂક આપે છે


વાળની સફેદી થી આમ તો નિરાશ નથી,

બ્રાઉન કલરનો ટચ નવી ઓળખાણ બનાવે છે,


હા આંખ નીચેના કુંડાળા થોડા વધુ ઘેરા થયાં છે

પણ એનાથી કાજળનો કાંઈક ઔર જ ઉઠાવ આવે છે,


જવાબદારીઓ માંથી મુક્ત થઈને શુ કરીશ

એ વિચારવાનો સમય જ ક્યાં મળ્યો છે મને !


સમજણ પરિપક્વ થઈ છે અને મેં પણ

આ બદલતા જમાના સાથે તાલ મેળવ્યો છે.


નથી હારી હિંમત, જોશ હજી જાળવી રાખ્યો છે,

થાક ભલે લાગતો હોય શરીર ને.. મન ને તો સદા સદાબહાર રાખ્યું છે.


Rate this content
Log in