મારી ઈચ્છા
મારી ઈચ્છા


હું ભારત ભ્રમણ પર નીકળવા માંગું છું,
હું તેના ગૌરવવંતા ઈતિહાસને જાણવા માંગું છું.
હું તેની અવર્ણનીય નૈસર્ગિક સંપતિને નિહાળવા માંગું છું,
હું તેના અદ્વિતીય સ્થળોની મુલાકાત લેવા માંગું છું.
હું તેની અગણનીય ગલીએ ગલીએ ફરવા માંગું છું,
હું તેના અતુલનીય પ્રાચીન વારસાને સમજવા માંગું છું.
હું ભારત ભ્રમણ પર નીકળવા માંગું છું,
હું તેના ગૌરવવંતા ઈતિહાસને જાણવા માંગું છું.
હું તેના દક્ષિણના સાગરના પાણીમાં તરવા માંગું છું,
હું તેના ઉત્તરના પર્વતો પર ચડવા માંગું છું,
હું તેના પશ્ચિમના રણની રેતીમાં રમવા માંગું છું,
હું તેના પૂર્વના જંગલોને ખૂંદવા માંગું છું.
હું ભારત ભ્રમણ પર નીકળવા માંગ
ું છું,
હું તેના ગૌરવવંતા ઈતિહાસને જાણવા માંગું છું.
હું તેના નીતનવા પરિધાન પહેરવા માંગું છું.
હું તેના અવનવા પકવાન ચાખવા માંગું છું,
હું તેની બહુવિધ ભાષાઓને સાંભળવા માંગું છું,
હું તેના વિવિધ તીર્થધામોના દર્શન કરવા માંગું છું.
હું ભારત ભ્રમણ પર નીકળવા માંગું છું,
હું તેના ગૌરવવંતા ઈતિહાસને જાણવા માંગું છું.
હું તેની યુદ્ધભૂમિની પાવન માટીને સ્પર્શવા માંગું છું.
હું તેના શહીદોની જન્મભૂમીને નમવા માંગું છું,
હું મસ્ત બની મારા ભારતમાં ભમવા માંગું છું,
હું બસ એકવાર જીવનમાં આ કરવા માંગું છું.
હું ભારત ભ્રમણ પર નીકળવા માંગું છું,
હું તેના ગૌરવવંતા ઈતિહાસને જાણવા માંગું છું.