મારી ડાયરી
મારી ડાયરી
1 min
260
મારી ડાયરીનાંં કોરા પાનાં,
પ્રેમની સ્યાહીથી જ તો એ ભરવાનાં,
જોડું શબ્દોનાં જોડ મજાનાં,
ત્યારેજ તો પાનાં ગઝલ કહેવાણાં..
ગઝલ, મુક્તક અને કાવ્યો,
છૂપીને બેઠા છે છાનાંમાનાં,
થોડી લાગણીઓનાં અણસાર થવાનાં,
ને બસ એક અવાજે બહાર આવવાનાં..
સંબંધોનાં ફૂલ મજાનાં,
એ આ કોરા પાનાંમાં જ તો છૂપાણાં,
વર્ષોનાં વીતેલા વહાણાં,
દ્રશ્ય બની આ પાનાંમાં જ તો દેખાણાં.
