મારી ભીતરે
મારી ભીતરે
1 min
251
મારી ભીતરે સદા ભારેલી આગ રાખું છું,
એવું ના માનશો કે હું નકામી રાખ રાખું છું,
સ્પર્શી તો જુઓ મને - કોમળતાથી છલોછલ છું,
તમે માંગશો પુષ્પો - પણ હું આખો બાગ રાખું છું,
ધારું તો ઘેરાયેલા વાદળો વરસાવી શકું,
કંઠમાં હરદમ હું મલ્હાર રાગ રાખું છું,
તપી તપીને થાય છે કેસુડો લાલમલાલ,
હૈયે ઘૂંટી ઘૂંટી કામણગારો ફાગ રાખું છું,
દુનિયાદારી દોરંગી છે જોઈ એની છલના
છે સમજ દરિયા જેવી તેથી તાગ રાખું છું.
