મારગ
મારગ

1 min

23.7K
મારગ સાટુ હો સરખુ સહુ કો
વટેમાર્ગુ કે પશુપંખેરુ હો
સાથી સંગ સંગ મારગ કપાતો
પવન સંગ સંગ ગવાય ગીતો
મારગ ભલે રહેતો કાચો પાકો
ચાલે રોજ મારગ પર સેંકડો
કોઇને મળે આનંદ મંઝિલનો
મુસાફરી રમઝટ કો' પામતો
ઠેસ વાગતા આખડતા ન થોભો
લક્ષ સામે રાખી મારગ શોધો
થાક લાગે તો લઇ થોડો વિસામો
હસી લો સ્વયં પર જો લપસો
સ્પર્ધા ના કંકરથી ન ગભરાઓ
હામ ભર્યા એક્કેક ડગ માંડજો
ચાલી ચાલી નવીન કેડી કંડારો
યાદ રહો, જો વિડંબણા હરાવો.