મારે ફરી સ્કૂલે જવું છે
મારે ફરી સ્કૂલે જવું છે
મારે તો ફરી વાર સ્કૂલે જવું છે,
મોજ ભરી જિંદગી જીવવી છે,
મારે ફરી વાર સ્કૂલે જવું છે,
નોટબુક ને ટેક્સ્ટ બુક ને પૂઠા ચડાવવાનું કેટલું સરળ હતું,
આ ઉદાસ ચહેરા પર મુસ્કાન લાવવાનું ખૂબ અઘરૂ છે,
મારી ફરી સ્કૂલે જવું છે,
આંબલી જમરૂખ ને કાકડી પર મીઠું મરચું લગાડી ખાવું છે,
આ પિત્ઝા મને સાવ ફિક્કા લાગે છે,
મારે ફરી વાર સ્કૂલે જાવું છે,
ફ્રેન્ડ સાથે ગપ્પાં મારવા,
આ ઘંટનો સુંદર નાદ સંભાળવા,
આ દોડની રેસ લગાવવા,
મારે ફરી સ્કૂલ જવું છે,
આ ધૂળથી રમી હાથ ધોયા વગર જમવું છે,
આ મમ્મીની ડાંટ સાંભળવી છે,
આ મા વગરનું ઘર જાણે ખંડેર લાગે,
મારે ફરી બાળક બનવું છે,
મારે ફરી સ્કૂલે જવું છે,
આ એરકન્ડીશન ઓફિસની જવાબદારીઓ ફેંકી,
આ પંખા વગરના રૂમમાં બેસવું છે,
મને ફરી બેફિકર બનવું છે
મારી ફરી સ્કૂલે જવું છે,
લાખોની ભીડમાં પણ એકલતા લાગે,
આ દોસ્તી ફોજ તૈયાર કરવી છે,
સાચા અર્થમાં જિંદગીની મજા માણવી છે,
મારે ફરી સ્કૂલે જવું છે,
જવાબદારીના ભારથી કમર તૂટી મારી,
આ સ્કૂલની હળવી બેગ લઈ,
મારે ફરી સ્કૂલે જાવું છે,
જિંદગી કરાવે છે કેટલી ઉઠક બેઠક,
આપે છે કેટલી અસહ્ય વેદનાઓ,
ફરી શિક્ષક પાસે ઉઠક બેઠક કરવા જવું છે,
મારે ફરી સ્કૂલે જવું છે,
મારે ડિપ્રેશન કે હતાશાથી અબોલા લેવા છે,
આ દોસ્તીની ટોળકી સાથે,
મોજ મજા કરવા,
મારે ફરી સ્કૂલે જવું છે.
