STORYMIRROR

Rutambhara Thakar

Others

4  

Rutambhara Thakar

Others

મારા પપ્પા મારા હીરો

મારા પપ્પા મારા હીરો

1 min
241

પપ્પાજી નામે ભાનુપ્રસાદ,

એ તો સાક્ષાત જાણે પ્રભુનો પ્રસાદ,

ચહેરા પર ક્યારેય ન ડોકાય અવસાદ,


જીવ્યાં ત્યાં સુધી રહ્યાં કાર્યક્ષમ,

મેં ન જોયા ક્યારેય અક્ષમ,

કુંટુંબના મોભી ને તે ય સૌથી સક્ષમ,


એમને માટે સૌ ક્ષમ્ય,

ખાવા ખવડાવવાનાં ખુબ શોખીન,

જોઈ ન શકતાં કોઈને ય ગમગીન,

મગજ એમનું રહેતું કામ ને પ્રભુનામમાં લીન,


વ્યક્તિત્વએ જાણે નરસિંહ મહેતા જેવા,

એમના જીવતા સૌએ ખાધા મેવા,

મૃત્યુ સમયે પણ પ્રભુ જાતે આવ્યા લેવા,

આવા વ્યક્તિના તો ગુણગાન શું કે'વા,

સ્વર્ગમાં ય કરતાં હશે સૌની સેવા,

ભાનુપ્રસાદ નામે મારા પપ્પાજી અમારા માટે સાક્ષાત પ્રભુ પ્રસાદ જેવા...!


મારા પપ્પા રહ્યા મારા આદર્શ ..!

કોઈપણ હીરો એમની આગળ

લાગે ઝીરો..!

કરતાં નિયમિત યોગ અને કસરત,

એનાં થકી એમનું શરીર પણ ખડતલ..!

મારા પપ્પા મારા હીરો..!

એમની આગળ ઝાંખા બધા ફિલ્મી હીરો..!


Rate this content
Log in