મારા માટે પ્યાર હોવો જોઈએ
મારા માટે પ્યાર હોવો જોઈએ


મારા હાથમાં તારો હાથ હોવો જોઈએ,
જીવનભરનો આપણો સંગાથ હોવો જોઈએ.
ભલે ને લાખો તકલીફો આવે જીવનમાં,
પણ જીવનભર તારો સાથ હોવો જોઈએ.
ભલે ને જિંદગી ડગલે ને પગલે મને રડાવે,
મારા ખભા પર તારો હાથ હોવો જોઈએ.
ભલે ને કાંટો ભરી ડગર હોય મારા જીવનની,
પણ જીવન પ્રવાસ તારે સાથ હોવો જોઈએ.
સહન કરી લઈશ બધી પીડા અને વેદનાઓ,
બસ તું હંમેશા મારે સાથ હોવો જોઈએ.
સપનાઓ ભલે અધૂરા રહી જાય મારા,
તારા દિલમાં મારા માટે પ્યાર હોવો જોઈએ.