મારા દાદા
મારા દાદા
1 min
215
જ્યાં હોય મારા મનનાં સવાલોનું સમાધાન,
ત્યાં લાગણીઓનો વરસાદ જાણે વરસે અઢળક, કોણ ?
મારા દાદા !
તેમનો સ્વભાવ જાણે અદ્ભૂત, ભરપૂર નિ:સ્વાર્થ સાથે,
પારકાને પણ પોતાનાં માનવા, એવી ભાવના, કોણ ?
મારા દાદા !
ઉંમર ભલે હોય વધારે પણ કામ કરે રાખે અઢળક,
જાણે હોય યુવાન અડીખમ, કોણ ?
મારા દાદા !
બહારથી આવે, તો અમારા માટે કઈંક તો લેતા આવે
અમારા ચહેરા પર ખુશી જોઈ, તે પણ ખુશ થાય, કોણ ?
મારા દાદા !
ઈશ્વરે લખ્યો હતો આપણો આટલોજ સંગાથ,
તમારી યાદોજ રહી ગઈ હવે, પણ તમારા વગર અમને કેમ ફાવે, કોણ ?
મારા દાદા !
