STORYMIRROR

Sejal Ahir

Others

4  

Sejal Ahir

Others

માનવ બદલાઈ જશે

માનવ બદલાઈ જશે

1 min
221

સમય સાથે બધું વિસરાઈ જશે,

ઊંચ-નીચના ભેદ ભુલાઈ જશે.


શહેરની સુખ-સુવિધાઓ વધતાં,

ગામડાંમાં માનવતાં વિખરાઈ જશે.


અહંકાર,ક્રોધમાં સળગે છે દુનિયા,

પ્રેમભાવની લાગણી બદલાઈ જશે.


હવાની આંધીમાં પોતાના બદલાયા,

ખોટી આશા હૈયામાં બંધાઈ જશે.


ઈશ્વરની દુનિયામાં ભેદભાવ કેમ ?

અંધશ્રદ્ધાની મોહમાયા ફસાઈ જશે.


Rate this content
Log in