STORYMIRROR

BHAVESH BAMBHANIYA

Others

4  

BHAVESH BAMBHANIYA

Others

માણસ

માણસ

1 min
323

માણસની કોઈક નિશ્ચિત ક્યાંક સીમા હોય છે, 

સફળતા એની ખૂબ પ્રસરાવવા ઘણા હિતેચ્છુની ઈચ્છા હોય છે. 


પછાડવા તો માંગે આજે સ્પર્ધામાં સૌ કઠણ બનાવવા જગમાં, 

ધ્યેય તૃપ્તિમાં પણ ક્યાંક એની જ કોઈ દિશા હોય છે. 


પ્રથમ બનીને કંટક માર્ગ પરના ઓર તેજીલા બનાવવા, 

અખૂટ પુષ્પોને પાથરવાની એમાં જ ક્ષમતા હોય છે. 


ગણાવે અખિલ જગ આખું જેને ઘોર અંધકારના અજ્ઞાની, 

અદ્વિતિય જ્ઞાનની જ્યોત તેમાં જ અબુજ હોય છે. 


વણ સમજે આ યુગોથી ઠલવાતું જગ કેવું આંધળું! 

પ્રતિષ્ઠા કાજ અજ્ઞાની પણ હાફળા ફાફળા હોય છે. 


દેખી દંભીને ન કકળાટ કર ખોટો ભાવેશ, 

અહીં તો સત્યને પણ ખરીદવામાં વિકાર હોય છે. 


Rate this content
Log in