STORYMIRROR

Mehul Baxi

Others

3  

Mehul Baxi

Others

માણસ ની માનસિકતા

માણસ ની માનસિકતા

1 min
142

માણસની માનસિકતા છે કેવી,

જાણે છે બધુજ છતાંયે છે અજાણ,

ના જાણે શું થયું છે માણસને,

પૈસા પાછળ દોડે છે,

જાણે પૈસા જ એનો ભગવાન.


ના રહ્યું હવે પોતાનું,

કે ના એના પરિવારનું ભાન,

આંખ મીંચીને ડોટ મૂકી છે,

ભૂલી સર્વે ભાન.


ભૂતકાળમાંથી કંઈ શીખતો નથી,

નથી બદલતો કોઈ વર્તમાન,

પ્રેમની જગ્યા હવે નફરત એ લીધી,

લાગણીઓ ખવાઈ બધી ભુલાયું સન્માન.


સભ્યતા ભૂલી અસભ્ય બન્યું,

આજનું માનવી જ્ઞાન

મોબાઇલ યુગમાં ભુલાઈ ગયું,

માનવતાનું જ્ઞાન.


પ્રેમના શબ્દો ને બદલે,

છોડે તીખા શબ્દોનું બાણ,

કુદરત આપે છે અનેક પરચાઓ,

છતાંયે માનવી કરે એનું અપમાન.


માણસની માનસિકતા છે કેવી,

કુદરત પણ બની હવે માનવીથી અજાણ,

માણસ ની માનસિકતા છે કેવી,

જાણે છે બધુજ છતાંયે છે અજાણ.


Rate this content
Log in