માણસ ક્યાં પરખાય છે ?
માણસ ક્યાં પરખાય છે ?
1 min
293
જુઓ માણસ પણ ક્યાં કોઈ ને પરખાય છે ?
બસ ચહેરા ઉપર ચહેરો લગાવ્યે જાય છે.
એના ભીતરની બાબતોને તમે ક્યારેય કરી ના શકો,
સાચું તો શું ચાલે મન માં એ કોઈનાથી ક્યાં ઓળખાય છે.
મહોરા લગાવવા એ તો એની ખાસિયત છે,
બસ એતો જેવું કામ એવું મહોરું નીકળી જાય છે.
ઘણા મહોરા તો ફક્ત ચહેરા થી જ ઓળખાય,
કેમ કે તો જ એ પંચ માં પૂજાય છે.
કદીક એવું બને કે મહોરું આપણ ને માફક ના આવે,
બસ તે ઘડીએ "સંગત" જીવ મનમાં ને મનમાં મૂંઝાય છે.
