STORYMIRROR

Krishna Mahida

Others

4  

Krishna Mahida

Others

માઁ

માઁ

1 min
537

માઁ શબ્દોથી તને મારા હું શું શણગારું,

માઁ તુજમાં તો છે આ સકલ વિશ્ચ મારું,


માઁ સ્નેહની વહેતી અવિરત નદી જાણે

હોઠે ખૂટે ના એના સ્મિતનું નગદ નાણું,


પગ પગ પર અમમાં વિશ્વાસ ભરતી,

માઁ મારા હૈયે જડેલ રત્ન કોહિનૂર જાણું,


ચારેય ધામ તો તારા ચરણોમાં વસે,

પ્રભુએ આપેલ અનોખું મંદિર ન્યારું,


ચૂકવવું નથી માઁ મારે કોઈ ઋણ તારું,

પ્રેમ પામવા તારો, ચડે ભલેને વ્યાજ મારું,


માઁ તુજમાં તો છે આ સકલ વિશ્ચ મારું.


Rate this content
Log in