માં ચામુંડા ગરબા
માં ચામુંડા ગરબા
હે તાણાના ગામમાં માંના આશિષ મળેલા,
ધન્ય મારુ જીવન માતા ચામુંડા છે મળેલા,
હે તાણા ગામને અમર ઈતિહાસ રે મળેલા
થયું જીવન સફળ માતા ચામુંડા છે મળેલા,
હે મારા માવતર રૂપે માં ચામુંડા છે મળેલા,
ધન્ય અવતારમાં તાણા ગામમાં છે મળેલા,
હે ફળ્યા છે આર્શીવાદ માં ચામુંડાના મળેલા,
ગરબા લખવા ફળ્યા માંના આશિષ મળેલા,
હે કાપ્યા છે દુઃખ મને જીવનમાં છે મળેલા,
માં ચામુંડાની કૃપાથી અનેક સુખ છે મળેલા,
હે જીવનના આધાર રૂપે છે માં ચામુંડા મળેલા,
માતા ચામુંડાની કૃપાથી અનેકને દીકરા મળેલા,
હે માતાની ઈચ્છા થકી સફળ જીવન મળેલા,
માતાની કૃપાથી રૂડાં ઉજળા અવતાર મળેલા,
હે માતાની કૃપા થકી સારા ભાગ્ય રે મળેલા,
માતાની કૃપાથી તાણા ગામમાં જન્મ મળેલા,
હે જોયા છે મેતો ઘણા માંના પરચા રે મળેલા,
જોયા છે માં ચામુંડા ના ભક્તો ઘણાં મળેલા,
હે જીવનના મા બાપ રૂપે માં ચામુંડા છે મળેલા,
માતાની ભક્તિ થકી જીવન સફળ છે મળેલા.
