મામેરું
મામેરું
1 min
466
મારુ મામેરું પુરજો ઘનશ્યામ રે,
મારાં સુખને ન આપજો વિરામ રે,
મીરાં ને નરસિંહની રાખી હતીતમે લાજ,
ક્યારે દોડી આવો છો મુજ કાજ,
તમે જ પૂરાં કરો મારા સઘળાં કામ રે
મારુ મામેરું પુરજો ઘનશ્યામ રે,
ભર મઝધારે ડૂબે મારી નાવ,
ઊંડા પડ્યા છે દુઃખનાં ઘાવ,
કષ્ટો લીધાં કરે છે મારું નામ રે
મારુ મામેરું પુરજો ઘનશ્યામ રે.
