માળા
માળા
1 min
420
હું માળા છું
કોઈ ફેરવે પ્રભુ માટે મને
તો,
કોઈ ફેરવી કરે દેખાવ.
કોઈ કરે શણગાર મુજ થકી,
તો,
કોઈ પહેરી ભગત બને.
સુહાગન માટે મંગળસૂત્ર છું
તો,
ઋષિ મુનિની આસ્થા છું.
રુદ્રાક્ષ બને ક્યાંક શોભા મારી,
તો,
ક્યાંક સોને મઢાઈ જાઉં.
અલગ અલગ કિરદાર માટે,
રોલ પણ અલગ છે મારા.
અંતે તો એટલું કહું કે,
હું ગરદનની શોભા છું.
