માધવ
માધવ

1 min

312
દર્દ છુપાવીને તું કાયમ હસતો રહ્યો માધવ,
આંસુ સારી રાધાએ વિરહ સહ્યો માધવ,
જગનાં કલ્યાણ ખાતર માનવદેહે અવતર્યો તું,
મર્મ જીવન તણો રાધાને પણ તે કહ્યો માધવ,
અજોડ પ્રીતનું ઉદાહરણ આપ્યું સારાયે વિશ્વને,
ફરિયાદ વિના રાધાનો વિરહ તે સહ્યો માધવ,
હોઠ પર વાંસળીને માથે મોરપીચ્છ મુગટ ધર્યો,
હ્હદયમાં સંસારનો સઘળો ભાર ગ્રહ્યો માધવ,
જ્યાં જ્યાં જરૂર પડી તારી પૃથ્વી પર ગોવિંદા,
પહોંચી ગયો તું ત્યાં પણ વણકહ્યો માધવ.