STORYMIRROR

Mehul Patel

Others

4  

Mehul Patel

Others

માડી તું આવ

માડી તું આવ

1 min
568

માડી તારા હાથ હજાર,

તું અમ પર આશિષ વરસાવ,


માડી તારી પૂજા થાય અપાર,

તું સર્વે પર આશિષ વરસાવ,


માડી તારા ધામ ઘણા,

આશિષ પામવાને સૌ રાખે બાધા અપાર


માડી તારા નામ છે ઘણા,

પણ સૌ તને મા જ કહીને બોલાવતા,


મા તારી શકિત ને ભક્તિ છે અપાર,

સૃષ્ટિ નવચેતનનો તુજ તો છે આધાર,


ધર્યો તેં વેશ મહાકાળીનો મા,

કર્યો તેં વધ મહિષાસુરનો મા,


કર્યો મુક્ત સંસાર તેં,

પુનઃજીવિત કર્યો સમસ્ત બ્રહ્માંડ તેં,


નવલાં તે નોરતાંની રમઝટ રમવાને તું આવ,

કરી કૃપા તું અમ પર આશિષ વરસાવ,


માડી તારા હાથ હજાર,

તું સર્વે પર આશિષ વરસાવ.


Rate this content
Log in