માડી રે માડી તારા મંદિરે
માડી રે માડી તારા મંદિરે
માડી રે માડી તારા મંદિરે બોલે છે મોરલીયા
ભણવાના આ દિવસો આવ્યા ગણિત ગણવા
આવો કે દીવડા ઝગમગ ઝગમગ થાય...
પેલી કંકોત્રી ખોડાપીપર જયને રાજુ સાહેબ દેજો રાજુ સાહેબ ને જઈને કેજો
રમતો રમાડવા આવે કે દીવડા ઝગમગ ઝગમગ થાય...
માડી રે માડી......
બીજી કંકોત્રી ખોડાપીપર જયને મધુ બેનને દેજો મધુ બેનને જઈને કેજો
ગીતો ગવડાવા આવે કે દીવડા ઝગમગ ઝગમગ થાય...
માડી રે માડી......
ત્રીજી કંકોત્રી રાજકોટ જાય ને મંજુલા બેનને દેજો મંજુલા બેનને જઈને કેજો
પ્રયોગ કરવા આવે કે દીવડા ઝગમગ ઝગમગ થાય...
માડી રે માડી......
ચોથી કંકોત્રી ધ્રોલ જઈને હિના બેનને દેજો હિના બેનને જઈને કેજો
ગુજરાતી ભણાવવા આવે કે દીવડા ઝગમગ ઝગમગ થાય...
માડી રે માડી.
