STORYMIRROR

Purvi Shukla

Others

3  

Purvi Shukla

Others

મા

મા

1 min
12.1K

મા બાળક ને પારણે ઝૂલાવ,

ને હેતે તું એને પંપાળ.


નાના નાના શા હાથ ને પગ,

જીતવાના એક દી જગ,

એની જ આંખે તું દુનિયા ભાળ,

મા બાળક ને પારણે ઝૂલાવ.


કાલી તે બોલી મા બોલશે,

ડગુમગુ ડગુમગુ તે ચાલશે,

પડે તો હેતે તું એને ઝાલ,

મા બાળક ને પારણે ઝૂલાવ.


સામગ્રીને રેટ આપો
લોગિન