મા
મા
'કૃષ્ણ' એ મને ...
મંદ મુસ્કાન સાથે પૂછ્યું ...
"બોલને ...શું વાત છે ...
આજે કેમ ઉદાસ છે ?"
" જીવનમાં સંઘર્ષ કેમ ?
ઉદ્દેશ્ય શું આ જીવનનો ....
કાન્હા ... બધું તો જાણો તમે ...
તોયે પાછા પૂછો મને ?.."
મારી સામે જોઈ ...
હસી પડ્યા મોરલીધર ....
બોલ્યા,
" જાણે છે તું ?
જન્મ્યો એ પહેલા જ તો ...
મને મૃત્યુ આપવા તૈયાર હતાં
મારા જ મામા...
હું જન્મ્યો જેલ માં ..
જીવન આખું સંઘર્ષ માં ...
દરેક ડગલે પડકાર....
જન્મ સાથે મા થી થયો અલગ ..
બાર વર્ષે ગોકુળ થી અલગ ...
જેણે પ્રેમ આપ્યો એ મા યશોદા ...
જેને પ્રેમ આપ્યો એ રાધા ...
ગોપી અને ગોવાળો ને છોડ્યા,
મથુરા છોડ્યું ... દ્વારકા વસાવ્યું...
'જીવન' માં આ 'સંઘર્ષ' કેમ
કોઈનેય 'જન્મકુંડળી' નથી બતાવી ...
ના કોઈ 'ઉપવાસ' કર્યા,
ના 'ખુલ્લા પગે' ચાલવાની 'બાધા' માની,
ના ઘરની બહાર લીંબુ મરચા બાંધ્યા ..
ના કોઈ 'માનતા' માની ...
મેં તો 'યજ્ઞ' કર્યો
તે ફક્ત અને ફક્ત 'કર્મ નો'
કુરુક્ષેત્ર યુદ્ધના મેદાનમાં જયારે
અર્જુને ધનુષ્ય બાણ નીચે નાંખ્યા,
ના અર્જુનના 'જન્માક્ષર' જોયા,
ના કોઈ શુભ મુહૂર્ત જોયું ...
ના તો કોઈ 'દોરો' કે 'તાવીજ' આપ્યા,
બસ એને એટલું કહ્યું ...
આ તારું યુદ્ધ છે ...
તારે જ કરવાનું છે...
હું માત્ર તારો સારથી ...
કર્મ તું કર... માર્ગ હું બતાવીશ ...
મારુ સુદર્શન ચક્ર ચલાવી ..
સંહાર કરી શકત આખી કૌરવ સેનાનો ...
પણ તારું ધનુષ્ય તું ઉપાડ..
તારા તીર તું ચલાવ ...
હું આવી ને ઉભો રહીશ ...
કોઈ ને કોઈ સ્વરૂપમાં ...
તારા પડખે ..તારી સાથે...
તારો સારથી બની ને...
મેં ના અપેક્ષા રાખી ...
ના કોઈ થી કાંઈ માંગ્યું ...
બસ વિશુદ્ધ પ્રેમ આપ્યો ...
દુનિયાની તકલીફોમાં,
તું જાતે લડ...
હું હંમેશા તારી આગળ ઉભો હોઈશ...
કર્મ તું કર..
તારી 'તકલીફો' ને હું હળવી કરીશ
બસ હું આવું ત્યારે ઓળખજે ...
મારી 'ગીતા' નો સંક્ષિપ્ત 'સાર' છે...
નથી તારા કોઈ ઉપવાસ ...
કોઈ માનતા ...કે બાધા જોઈતી ...
માત્ર શુદ્ધ કર્મ કર...
ખુલી ને જીવન ને આવકાર...
પ્રત્યેક ક્ષણ ને ભરપૂર માણ...
હું આવતો રહીશ ...
બસ.. ઓળખજે મને.
