મા
મા

1 min

23.9K
મા લખું ત્યાં તો બધું લખાઈ જાય છે,
આ શબ્દમાં મારી દુનિયા સમાઈ જાય છે,
તારી લાગણી જયાં માપવા બેસું ત્યાં,
પૃથ્વીનો પરીઘ પણ અટવાઈ જાય છે.
તારા અનુભવોનું ભાથું ખોલીને બેસું તો,
વાગોળતાં વાગોળતાં હૈયું હરખાઈ જાય છે,
તારી કહેવતો અને સાહિત્યના મહાસાગરમાં,
મારું સર્જન તો તણખલાની જેમ તણાઈ જાય છે.
તું હયાત નથી છતાંય આજે કેમ જાણે,
હરપળ હ્રદયમાં તારી યાદ છવાઈ જાય છે,
જીવન એવું જીવી ગઈ કે તારા બાદ પણ,
મારી દરેક વાતમાં તું જ વણાઈ જાય છે.