STORYMIRROR

Bharat Thacker

Children Stories Classics

3  

Bharat Thacker

Children Stories Classics

મા

મા

1 min
477

જીવ માત્રમાં, 'મા' બનવું એ વરદાન છે,

દરેક સ્ત્રીને, મા બનવું એ અરમાન છે,

સૌથી નાના શબ્દ 'મા' સામે પડે પૂરી દુનિયા નાની,

મા નો મોભો મળવો, સૃષ્ટિની શાન છે.

મા, અમ્મા કે મમા, લાગણીનું જીવંત ગીત છે,

મા ના દરેક સ્વરૂપમાં, ભગવાન પ્રતીત છે,

સૌથી નાના શબ્દ 'મા' સામે પડે પૂરી દુનિયા નાની,

જે માને આપણી 'માનતા', એનું નથી માનતા આ કેવી રીત છે !

ભગવાન જેવા ભગવાનને પણ, મા ની ગરજ છે,

મા ને સુખી રાખવી, એ સૌથી મોટી ફરજ છે,

સૌથી નાના શબ્દ 'મા' સામે પડે પૂરી દુનિયા નાની,

'મા' એ ન ઉતારી શકાય, એવું આપણું કરજ છે.

બચપનમા આંસુ આવે તો, નીકળી જતો 'મા' માટે સાદ,

હવે યાદ આવે 'મા', અને આંસુનો થાય વરસાદ,

સૌથી નાના શબ્દ 'મા' સામે પડે પૂરી દુનિયા નાની,

હવે તો 'મા' ના ફોટામાં પણ, જાણે પ્રગટે આશીર્વાદ !

સામગ્રીને રેટ આપો
લોગિન