મા
મા
1 min
11.4K
ભૂલી જાઉં મુસીબત તમામ,
જ્યારે મનથી લઉં માનું નામ.
લાગે તમામ હોટેલનો સ્વાદ ફિક્કો,
મા મૂકે કોળિયો મોમાં,
ને બોલે ખાઈલે મારો દિક્કો.
દ્વારથી પાછી વળે બધી બલાઓ,
જ્યારે લાગે મારી માની દુઆ ઓ.
વરસે મારી આંખોમાં ચોમાસુ,
નિહાળું માની આંખોમાં આસુ.
મારા દુખોને ઓવારણાંથી લઇ લે,
પોતાના પર બધા દર્દો ઓઢી લે.
કરે સંદેશી અરજ આજ,
માની મમતા સાથે કરો રાજ.