મા
મા
આંગળી ઝાલી ડગ માંડતા શીખવે તું મા,
પડી જાઉં કદી તો ખમ્મા બોલી હિંમત આપે તું મા.
પરીઓની વાર્તા કહીને મને પોઢાડતી તું મા,
ખુદ જાગીને હૈયાના હેતથી ભીંજવતી તું મા.
તારી છત્રછાયામાં વિકસતો રહ્યો હું મા,
પાલવ તારો છોડીને મોટો થતો ગયો હું મા.
તારા સપનાઓને રોંધી મને ઉછેરતી તું મા,
મારી દુનિયામાં હંમેશા ઉડાન ભરતો ગયો હું મા.
જીવનમાં જ્યારે મળતી અસફળતા મને મા,
તારી દુવાઓની અસરથી ફરી બેઠો થતો હું મા.
આંસુ પી ને ચહેરા પર સ્મિત ફરકાવતી તું મા,
કદી તારા દુ:ખને કળી શક્યો ન હું મા.
તારા ચરણોમાંજ હવેલીને શિવાલય છે મા,
તારા શબ્દોમાંજ 'વેદ' અને 'ગીતા' છે મા.
તારા હાથનું ભોજન પ્રસાદીને પાણી ગંગાજળ છે મા.