STORYMIRROR

Shaurya Parmar

Others

3  

Shaurya Parmar

Others

મા વગર : શૌર્ય.

મા વગર : શૌર્ય.

1 min
26.9K


આખો પ્રસંગ પૂરો થયો, 

મા વગર અધૂરો રહ્યો, 

એનો ઉત્સાહ ને ઉમંગ અનેરા હતા, 

એના જીવવાના રંગ મોંઘેરા હતા, 

શુભ પ્રસંગે એનો સંગ ગયો, 

પ્રસંગ અધૂરો રહ્યો, 

એની પ્રતિભા જાજરમાન હતી, 

એ ખુદ એક સ્વમાન હતી, 

અજોડ એવો વાન એ ગયો, 

પ્રસંગ અધૂરો રહ્યો, 

એનો રવ કર્ણપ્રિય હતો, 

એનો ભવ લાગણીપ્રિય હતો, 

સ્વભાવ એવો લોકપ્રિય ગયો, 

પ્રસંગ અધૂરો રહ્યો,

અંતે ચરણ બધાના હતા, 

માથે હાથ બધાના હતા, 

તેત્રીસ કરોડ વચ્ચે પણ, 'શૌર્ય'

અભાગિયો જ રહ્યો, 

મારી મા વિના, 

પ્રસંગ અધૂરો રહ્યો. 


સામગ્રીને રેટ આપો
લોગિન