"મા"ની દુઆ
"મા"ની દુઆ

1 min

11.2K
એ દુઆ "મા"ની અસર કરતી હશે
આભથી જ્યાં મા નજર કરતી હશે
ભૂખની પોતે તડપ વેઠી હશે
બાળકો માટે સબર કરતી હશે
પ્રેમથી માથે હથેળી ફેરવે
મા છે બાળકની ફિકર કરતી હશે
ભાળ બાળકની ઘડીભર ના મળે
એકઠું જોને નગર કરતી હશે
ઈશ તારી પણ કમી પૂરી કરે
સ્નેહથી મા તરબતર કરતી હશે
વ્યાધિ આવે કોઇ પણ સંતાન પર
પ્રાણ રેડી મા અમર કરતી હશે.