મા મારી હરખનો મેળો
મા મારી હરખનો મેળો
1 min
101
ખુલ્લો મૂકે છે મા પ્રેમ ખજાનો
જોઈએ તેટલો આવો લઈ લઈએ,
અવસર છે મધુરસ પીવાનો
મન ભરીને આભ ખોબામાં ભરી લઈએ...
વાર્તામાં બોલાવે મા અંબરની પરીઓને
સાચા સ્વપ્નો આંખે આંજી લઈએ,
લાડ કરતી મા તો વઢમાં ય
રિસામણાના ગતકડાં થોડાં કરી લઈએ...
ઉજાણી હેતની મા નો પાલવ
રંગબેરંગી પુષ્પો અંગે ઓઢી લઈએ,
મેળો હરખનો ખોળો મા નો
આનંદ હિંડોળે હીંચી લઈએ...
નથી જોખતી મા હલકા ભારે પલડાં
એના બોલ અણમોલ જીવી લઈએ,
રમતી શિખ મા ની ભરતી ઓટમાં
નાવ દરિયે તરતી મેલી દઈએ....
