મા ચામુંડા ગરબા
મા ચામુંડા ગરબા
હે માળા લીધી છે મારી ચામુંડાના નામની,
ચામુંડા વિનાનાની મારી જિંદગી શું કામની,
હે માળા લીધી છે મારી કુળદેવીના છે નામની,
માં ચામુંડા વિનાની મારી જિંદગી શું કામની,
હે તાણાના ગામે મારી ચામુંડા પૂજાય છે,
માતા ચામુંડાનું ધામ દુનિયામાં વખણાય છે,
હે સુખ સાહિબી મારી મા ચામુંડાના નામની,
મા ચામુંડા વિનાનાની મારી જિંદગી શું કામની,
હે મારા વડવોના લેખમાં મારી માતા લખાણી,
હે મારી કુળદેવી મારા વડવો ના હાથે પૂજાણી,
હે જિંદગી જીવું છું મારી મા ચામુંડાના નામની,
મા ચામુંડા વિનાની મારી જિંદગી શું કામની,
હે મારા ગયા જન્મોના પુણ્યોના ફળ આપનારી,
મારી મા ચામુંડા મને તું આ જન્મે છે મળનારી,
હે સાહેબી દીધી છે મા એ વટ માન પાનની,
મા ચામુંડા વિનાની મારી જિંદગી શું કામની,
હે મારી અંતરની વાત ને મા તું છે જાણનારી,
તાણા તે ગામનો અમર ઇતિહાસ છે કરનારી,
હે ભક્તિ જીવનમાં કરું હું તો તમારા નામની,
મા ચામુંડા વિનાની મારી જિંદગી શું કામની,
હે મા મારુ તે નામ આજે દુનિયામાં વખણાવ્યું,
મારા લખેલા ગરબા આજે દુનિયામાં ગવડાવ્યાં,
હે મા પદ પાવર ને તાકાત છે મા તમારા નામની,
મા ચામુંડા વિનાની મારી જિંદગી શું કામની,
હે ગરબા લખતો હું કાયમ મા ચામુંડાના નામના,
હે ગરબા ગાતો હું કાયમ મા ચામુંડાના નામના,
હે મા ભક્તિની શક્તિ છે મા તમારા નામની,
મા ચામુંડા વિનાની મારી જિંદગી શું કામની.
