મા ચામુંડા ગરબા
મા ચામુંડા ગરબા
ધન્ય ધન્ય મા ચામુંડાનું ધામ છે રાજ,
ધન્ય ધન્ય મા તાણાનું ગામ છે રાજ,
મારો થયો છે જન્મ રૂડો સફળ હો રાજ,
માતા ચામુંડાના મળ્યા આશિષ હો રાજ,
મેંતો જોયા છે રૂડા માના પરચા છે અપાર,
મા ચામુંડા મને મળ્યા એ નસીબ મારા રાજ,
મારો થયો છે જન્મ સફળ આ ભવમા રાજ,
મા ચામુંડા મને મળ્યા એ પુણ્ય મારા રાજ,
હે હોંશે હોંશે જાવું છે મારે તાણા રૂડા ગામ,
દર્શનીયે જાવું છે આજે મા ચામુંડાના ધામ,
હે હુંતો લખતો ગરબા મા ચામુંડાના રાજ,
હે હુંતો ગાતો રે ગરબા મા ચામુંડાના રાજ,
હે મારુ જીવન ધર્યું છે મા ચામુંડાને શરણ,
મા ચામુંડા છે મારા જીવનનું સાચું માવતર,
હે મા ચામુંડા વિના મને ઘડીએ ના ગમતું,
હે મા ચામુંડાનું નામ મારા રૂદિયામા રમતું,
હે જીવનનો આધાર મા ચામુંડા હો રાજ,
મા ચામુંડા ના મળ્યા હોય તો મારું શું થાત,
હે તમે જાજો જીવનમા તાણા રૂડા ગામ,
હે તમે કરજો જીવન સફળ ચામુંડાના ધામ.
