STORYMIRROR

Patel Shubh

Others

3  

Patel Shubh

Others

મા ચામુંડા ભક્તિ

મા ચામુંડા ભક્તિ

1 min
263

હે સોનાની થાળીમાં હું આરતી ઉતારૂં રે,

હે આરતી ઉતારતા મા હું ગુણલા ગાતો રે,

હે તાણા ગામે મા તે પૂર્યા પરચા અપાર રે,

હે મા ચામુંડા તું છે તાણા ગામની સરકાર રે,


હે મા આરતી ઉતારતા હૈયે રૂડો આનંદ રે,

હે માડી તારી આરતીમાં રૂડો છે પરમાનંદ રે,

હે ચૌદમાં રૂપે તેતો હર્યા દુઃખ છે અપાર રે,

હે ચામુંડા છે નામ ભજતાં થાય બેડાં પાર રે,


હે મા આરતીના દિવડાના અજવાળાં રૂડા રે,

હે આરતીના અજવાળે ઉજળા છે અવતાર રે,

હે ચામુંડા ચામુંડા ભજતાં મારુ મનડું હરખાય રે,

હે ચામુંડાના મંત્ર ભજતાં હરખાય મારુ દલડું રે,


હે મા આરતીના સમયે આવતા ભક્તો અપાર રે,

હે મહિમા છે આરતીનો ગવાતો ત્રણેય લોકમાં રે,

હે રહું છું હવે હું તો માડી તારી સેવામાં દિન રાત રે,

હે તારી રે શરણ સિવાય દુનિયામાં ના કોઈ મારુ રે,


હે મા આરતીમાં આવે એને મળતા રૂડા આશિષ રે,

હે માની ભક્તિ વગર ઘડિયે ના ગમે આ જીવને રે,

હે માતાના મહિમાની કહું છું તમને આજે વાત રે,

હે આવજો તમે તાણા ગામમાં કરશે બેડો પાર રે.



Rate this content
Log in