લત
લત




ઝેર પીવું મીરાની મજબૂરી હોઈ શકે,
શિવજીના વિષપાન પાછળ કહાની હોઈ શકે,
ઝપાટાબંધ ભાગતા સમયની શોધમાં,
શુદ્ધ વિચારોથી વિખુટા પડતા,
આંતરિક લડાઈમાં હારી જતા,
પ્રભુએ બનાવેલ પામર જીવોને 'લત' લાગે,
અરે ! બહુ ગજબની 'તલપ' વીરા,
મદિરાપાન, પાન-મસાલા ને પાવડરની પડીકીઓ,
શું આ જ વ્યસન છે ?
જવાબની અભિલાષા સહ.