લોકશાહીનું મૂલ્યાંકન
લોકશાહીનું મૂલ્યાંકન
સેક્યુલરી મીઠું ઝેર પીવડાવનાર બહુરૂપીએ
લોહીના રંગમાં સેક્રીન મિલાવટે રગદોળી પીએ,
રાક્ષસી માયા વિશ્ચેદ મૂકી દાનવીય દાવ દરવાજે
સનાતની સંસ્કારી મૂળની માનવીય જાત સામસામે,
લોહીની આ એક જાત અનેક રંગે દે છે તાવ મૂછને
વિશ્ચેદ કાયા કરી તન મન ધનથી માલે તુજાર શરીરે,
વંશ પરંપરાગતના સ્થાપક લોકતંત્રી લોકશાહી છેતરે
રજવાડી પૃષ્ઠ ભૂમિ લૈ જનતંત્રની છડે ચોક ઠેકડી છે કરે,
બંધારણ નામે કાનૂની બુક છે છાપી આધીન શરતોને
લૈ વંશીય હક છૂપા પ્રસ્તાવે ફરબદલ લૂંટવા લોકતંત્રને,
સનાતની સંકૃતિ પીએ અમૃત સમજી મીઠું ઝેર કટોરીએ
છે પાયું પંડિતાઈએ અતિ ઝેર કૃતિએ કેન્સર લોકશાહીને,
વંશ વેલાની જાતો ઉભરી અનેક જન્મભૂમિને વ્હેંચવાને
જનતંત્ર લોકતંત્ર નાથી લોકશાહીની આડમાં છે કબજાવે,
નાતી જાતિ ધાર્મિક ભાગલે તરબોળ ઈશ્વર અનેક મઝહબે
રખોપાં વંશ વેલાના વારસાઈએ રૈયત કરે લોહી વ્હેંચણીએ.
