STORYMIRROR

Prahladbhai Prajapati

Others

4  

Prahladbhai Prajapati

Others

લોકશાહીનું લીલામ

લોકશાહીનું લીલામ

1 min
38

હવે તો સમજી જાઓ સૌ ભ્રમ ભાસી અજવાળાને,

અંધારાં ઉલેચાય દાયકાઓથી મૃગજળ બતાવીને,


સુનામી સમી જીવાત ઉદ્ભવી આંતરે ઉભા મોલને,

મૂળ ગુણ ધર્મ કોઈ મુખે નહિ આડંબરી અદા નોતરે,


આયનાઓ પથ્થર તોડે પહાડના શાસ્ત્રો લૈ ફૂલનાં.

જૂઠ દરબ્બરે સત્ય ગુનેગાર ઠરાવી ચડાવે જૈ માચડે.


શઠ શાતીરી સત્યવાદી ટોળે ફરે બાર છતીસી અંકે,

ટુકડે ટુકડે જન્મભૂમિ વેચે માતની જમ્બુરા અનેક ડંકે,


ન્યાયમાં શઠગીરી રાજ કરે લૈ પોટલાં અર્થનાં સાથમાં,

ખુલ્લી આંખે હાજરીએ ઘર લૂંટાવું લૈ મજબૂરી બાથમાં,


ભય નાદારી દેવાળું ફુકે સુરવીરી અમાનતનું મુફ્તમાં,

સૌને પેટ છે પેટે પાટા શું કામ બાંધે વેચાય હયાતમાં.


Rate this content
Log in