લખી કંકોતરી
લખી કંકોતરી


કાગળ, કલમ લઈ કવિતા
લખવા બેસું
રીસાઈને કવિતા કહે
વાચ મારી અંદરના ભાવને
ને સમજ જરા પ્રેમથી
લખી કંકોતરી શ્રી ગણેશ કયાૅ
ચોળી પીઠી મુંજ અંગના
બેસાડી બાજઠ પર
અંગ મદૅન કયુૅ પીઠીથી
નિખાર આવ્યેા પ્રેમમાં
મને ગવૅ છે મારી જાત પર
મારી નમ્રતામાં વધારેા થયો
મારી જ પ્રિય વ્યકિત સંગ
આજ આત્માથી આત્મા
સાથે જોડાણ થવાનું
ફરી સપ્તપદીનાં ફેરા
ને મારી લાગણીઓ હદયમાંથી જન્મતી
સમય અને પરિસ્થિતીને અનુરૂપ
મારી પ્રેમ,લાગણી
ને ચાહતને સન્માન મળ્યુંં
મારી ખુશીમો ખજાનો મળ્યો
હું એમની"પરિણીતા" બનીલો આજ
એ પ્રેમના ડાબ્લા ખોલ્યા આજ
શબ્દ રુપી માટીને, શાહી રૂપી જળથી લખી લીધું.
લો હું તમારી પરિણીતા બની જન્મો જન્મની.