લઈને આવ્યો છું
લઈને આવ્યો છું
1 min
146
જિંદગીની વિટંબણાઓથી થાકી હારી,
મારી વ્યાધિઓ લઈને આવ્યો છું તવ દ્વારે,
તુજ એક સહારો પ્રભુ હવે તો તુજ મારી નાવ પાર ઉતારે..!
લાગણીઓનાં વમળોમાં હું અટવાયો ના મળતો ઓવારો લગારે,
મુશ્કેલ લાગતી સમસ્યાને લઈને એવો આવી ઊભો હું કગારે..!
હે ઈશ્વર, વિનવું તને હવે તો મારે દ્વારે આવીને પધારે,
ન અપેક્ષા કશી હવે બીજું કઈંજ ન જોઈએ હવે વધારે...!
