લીલીછમ બાંધણી
લીલીછમ બાંધણી
1 min
195
જીવી જવાની લ્હાયમાં બારીઓ સૌ બંધ છે,
સ્વપ્નનું ચિરહરણ ત્રિકોણમાં અંધ છે,
લીલોતરીમાં ખલબલી..લીલીછમ બાંધણીમાં મલી,
વાગ્યું'તું તો પલી ગયું, આવી બથમાં મલી ગયું,
ભલભલી ચકલી થઈ ખળભળી, કેવી હલબલી જોઈ વલવલતી,
છનછન ચળવળી..કણમાં કળી..ચણ ચણ માટે આખરે ઢળી...!
