લીલી વનરાઈ
લીલી વનરાઈ
1 min
44
લીલી વનરાઈ ખીલી વનમાં રે લોલ,
હૈયે હરખ નવ માય રાજ,
લીલી વનરાઈ ખીલી વનમાં રે લોલ.
વાદળી દોડે છે પૂર જોશમાં રે લોલ,
વીજળીના ચમકારા થાય રાજ. લીલી....
વનમાં ટહુકે છે રૂડા મોરલા રે લોલ,
સાથે છે ઢેલડીનો નાચ રાજ. લીલી...
આંબાવાડીમાં કોયલ બોલતી રે લોલ,
કુઉ કુઉ કરે છે ટહુકાર રાજ. લીલી...
નદીઓ છલકાય મીઠા નીરથી રે લોલ,
ધરતીએ પહેર્યા લીલા ચીર જો. લીલી...
ખેતરોમાં પાક લહેરાય છે રે લોલ,
ખેડૂતનો હરખ નવ માય રાજ.
લીલી વનરાઈ ખીલી વનમાં રે લોલ.
