લગ્નસંબંધ
લગ્નસંબંધ
1 min
160
ભવોભવનાં લેણદેણથી બંધાતો સંબંધ,
આતો વરકન્યાની પ્રીતથી બંધાતો લગ્ન સંબંધ..!
આ તો એકમેકની હૂંફથી જીવાતો સંબંધ,
સુખ-દુ:ખની પળો સાથે જીવાતો સંબંધ..!
ના કોઈ એમાં ઊંચુ ના કોઈ એમાં નીચું,
રહે બંને સંગાથે ના રહે એકે કાચું..!
લગ્નસંબંધ એ તો સમાજનો ચડિયાતો ઢાંચો,
એકમેકનાં પૂરક થઈ જીવાય એજ સંબંધ સાચો..!
અરસપરસનાં ૠણાનુબંધે બંધાયો નાતો,
કાળક્રમે અને સમયાંતરે એ મજબૂત થાતો..!
