લગ્ન
લગ્ન
1 min
165
લગ્ન એ
પ્રીત છે બે મિતની
સ્નેહ છે બે પરિવારનો
વ્હાલનો વડલો છે બે વડવાઓનો,
લગ્ન એ
સાત આસમાનના સપ્તઋષિના આશિષ વરસાવતું
સપ્તરંગી મેઘ છે મેઘધનુષ,
સપ્તસાગર છે સપ્તગુણોનો
સ્નેહ સમતા સૌમ્યતા સરળતા
સત્યતા સમજણ ને સૌજન્તા,
સપ્તચક્ર છે સંસારચક્રમાં દિવ્યતા પ્રગટાવતું,
સપ્તપદી છે સપ્ત સૂરની સુરીલી
સંગીત સરિતા છે સપ્તભાવ નદીની
મનની વીણા છે મનમઘુર વાણીની
વેણુ છે સંસારના ધેનુની
સમર્પણ છે તનમયતામય તનવીરતાની,
દર્પણ છે હ્દયકુંજના અર્પણનું
સમર્પણ છે પ્રેમના અહમના અર્પણનું.
