STORYMIRROR

VARSHA PRAJAPATI

Others

4  

VARSHA PRAJAPATI

Others

લગ્ન બંધને

લગ્ન બંધને

1 min
347

હલદી રસમની આડમાં પીઠી સંતાઈ ગઈ,

લગ્નની રીત જાણે પળમાં વિસરાઈ ગઈ,


મહિનાઓ પહેલાં તૈયારીઓ થતી હતી,

ત્યાં ઈવેન્ટ મેનેજમેન્ટની અસર વર્તાઈ ગઈ,


સગાઈથી લગ્ન વચ્ચેના સમયની આતુરતા,

પ્રિ-વેડીંગ શૂટિંગની ઔપચારિકતામાં ગઈ,


પંગતમાં પીરસાતા લાડુ ને લાપસીના બદલે,

મંચૂરિયન અને ઢોંસા સાથે પાણીપુરી આવી ગઈ,


ગાણાં અને ફટાણાં તો જાણે ભૂતકાળ બન્યાં,

ડી.જે.ના તાલે સંગીત સંધ્યા આવી ગઈ,


અગ્નિની સાક્ષીએ બોલાતી સપ્તપદીની મહત્તા,

ફોટા અને વીડિયોગ્રાફીની ઉતાવળમાં ગઈ,


વહાલસોયી દીકરીની વિદાયની વસમી વેળા,

સખી સાથે છેલ્લી સેલ્ફીના ચક્કરમાં ગઈ.


Rate this content
Log in