લેવાદેવા
લેવાદેવા
1 min
37
તમને ભૂલવાની ઈચ્છા છે, એની દવા નથી,
મળી જાઓ માંગવાથી, તમે કંઈ એવાં નથી,
નથી કરતાં અમે વખાણ અમારાં છતાં,
તમે ધારીને બેઠા જે, અમે કંઈ તેવાં નથી,
સ્પર્શતી રહી જે મને વીતેલાં વખતમાં,
હવે કમનસીબે જીવનમાં એ હવા નથી,
લડી લેવું છે હવે, નિર્ધાર કર્યો છે આજે,
જગતનાં આપેલાં દર્દો મારે સહેવા નથી,
દિલની વાત કહીને પસ્તાયા છીએ અમે,
ખબર નો'તી કે તમને કંઈ લેવાદેવા નથી.
