લાલચ બલા છે પીડનારી
લાલચ બલા છે પીડનારી
1 min
271
લાલચ બલા છે પીડનારી દે ત્યજી તું માનવી,
નિર્દોષના લહુને રેડનારી દે ત્યજી તું માનવી,
ભણકાર ક્યાં ભૂલાય છે એ અતિતના યુદ્ધો તણાં !
સંસાર સુખને ખેરનારી, દે ત્યજી તું માનવી,
ના આવતું કંઈ સાથ, ખાલી હાથ સૌને છે જવું,
મંજર તબાહી આણનારી, દે ત્યજી તું માનવી,
વિસ્તાર વૃત્તિ છે વિનાશક તોય કાં ના છોડતો ?
નખ્ખોદ નક્કી કાઢનારી, દે ત્યજી તું માનવી,
આજે ફરી જગ યુદ્ધ કરવા સજ્જ ભાળી 'શ્રી' ડરે,
છે કામના કાયમ મારનારી, દે ત્યજી તું માનવી.
