STORYMIRROR

Anjana Gandhi

Inspirational

4  

Anjana Gandhi

Inspirational

લાગતું મુજને

લાગતું મુજને

1 min
376

લાગતું મુજને સદાયે દૂર છે કે પાસ છે ?

પણ વિચારું દિલ મહીં તારી હાજરી તો ખાસ છે.


ઈશ્વર કહું કે પરવરદિગાર ? કેમ કહી પોકારવું ?

બસ, એક તું અવિનાશી જગમાં, સેંકડો તારા નામ છે.


આરતીના દીપમાં શ્રધ્ધા બનીને ઝળહળે તું,

મસ્જિદે આઝાનમાં પણ બસ, એ જ તારો નાદ છે,


બાઈબલ કે ઈશનાં છે ક્રોસમાં તારી છબી,

તું જ છે કુરાનમાં ને તું ગીતાનો સાર છે.


લાગતું મુજને સદાયે દૂર છે કે પાસ છે,

પણ વિચારું દિલ મહીં તારી હાજરી તો ખાસ છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational