લાગણીઓની સરિતા
લાગણીઓની સરિતા
1 min
451
આશાને અપેક્ષાથી ભરી,
કચડાયેલી લાગણીઓ,
વશમાં ના થઇ આંખોથી,
છલકાય અશ્રુ બની સરિતા.
ઝપકી ના શકી પલક,
ધડધડાટ આંસુઓથી,
મન થયું વ્યાકુળ,
મનાવી ના શક્યું ધબકીને.
હૈયા ફાટ રુદન કરતી,
આંખના આંસુ ઓથી,
વમળ વંટોળ બન્યા,
ઉન્માદ બની સરિતા.
લાગણીઓની રંગરેલીયા,
છલકાય નિરાશા બની,
એકલતાને વશમાં કરી,
વહી લાગણીઓ સરિતા બની.
