લાગણીઓ રૂંધાઈ ગઈ
લાગણીઓ રૂંધાઈ ગઈ
ભૂતકાળને વાગોળવા બેઠાં હતાં આજ પણ,
સ્મૃતિઓ તો પળમાં આવીને વિસરાઈ ગઈ,
હજુ તો સ્પર્શવાની કોશિશ પણ ના કરી ત્યાં તો,
તસવીરો આંખ સામે આવીને પણ ભૂસાંઈ ગઈ,
યાદોના ફૂલોને સાચવ્યા’તા બે પાનાની વચ્ચે,
કાંટાને લીલાછમ રાખી, કળીઓ પણ કરમાઈ ગઈ,
ક્યારેય વ્યક્ત ના કરી એટલે જ તો જો ને,
લાગણીઓ મનમાં ને મનમાં જ આજ રૂંધાઈ ગઈ,
પ્રયત્નોમાં કોઈ ખોટ નથી રહી ગઈ અમારાં તોય,
છૂટતી નથી એ નજર, જે મનમાં આવીને છપાઈ ગઈ,
પુરાવા દેવા પડે છે આજ - કાલ દરેક વાતના,
એવું લાગે છે કે ભરોસાની જાત આજે લજવાઈ ગઈ.
