લાગણીનો થાય પર્યાય
લાગણીનો થાય પર્યાય
1 min
140
રૂંધાય, ઘૂંટાય ને
અછત પણ વર્તાય,
જ્યારે શ્વાસ
લાગણીનો થાય પર્યાય.
આમ તો અચળ
અવિરત અને સતત,
અસંખ્ય તોયે
ગણતરીમાંજ ખર્ચાય.
ધબકાર સંગે
અજીબ મિત્રતા એની.
એક પણ જાય,
તો બીજું સાથે જ કર્માય.
ઠેસ પહોંચે,
જો પોતીકું કોઈ જાય,
ને ગમતું મળે,
તો નિતનવા નવો સર્જાય.
છેલ્લે હોય કે
પછી સાવ પહેલા હોય,
જીવનું અસ્તિત્વ
શ્વાસથી જ 'કલ્પ' હરખાય.
